| તારીખ | વર્ષ | વિગત |
| ૨ ઓક્ટોબર | ૧૮૬૯ | પોરબંદરમાં જન્મ. |
| ૧૮૮૨ | ૧૩ વર્ષની ઉંમરે કસ્તૂરબાઈ સાથે લગ્ન. | |
| જૂન | ૧૮૮૮ | પહેલા પુત્ર હરિલાલનો જન્મ. |
| ૨૯ સપ્ટેમ્બર | ૧૮૮૮ | સાઉધેમ્પટન (ઈંગ્લન્ડ) પહોંચ્યા. |
| ૬ નવેમ્બર | ૧૮૮૮ | 'ઇનર ટેમ્પલ' માં દાખલ થયા. |
| ૨૭ મે | ૧૮૯૧ | બેરિસ્ટરની યાદીમાં નામ. |
| ૨૮ ઓક્ટોબર | ૧૮૯૨ | બીજા પુત્ર મણિલાલનો જન્મ. |
| ૨૫ મે | ૧૮૯૩ | ડરબન (નાતાલ) પહોંચ્યા. |
| ૨૬ મે | ૧૮૯૩ | પાઘડી ઉતારવાને બદલે અદાલત છોડી ગયા (ડરબન). |
| ૩૧ મે | ૧૮૯૩ | રાત્રે પીટરમેરિત્સબર્ગ સ્ટેશને ગાડીમાંથી ધક્કો મારીને ઉતારી દેવાયા |
| ૧૮૯૩ | ટોલ્સટોયના પુસ્તક 'ધ કિંગડમ ઑવ ગોડ ઈઝ વિધિન યુ' નું વાંચન | |
| ૨૨ ઓગસ્ટ | ૧૮૯૪ | નાતાલ ઇન્ડીયન કોંગ્રેસની સ્થાપના |
| ૯ જુલાઈ | ૧૮૯૬ | રાજકોટમાં 'ધ ગ્રીન પેમ્ફલેટ' પુસ્તિકાનો પ્રારંભ. |
| ૧૬ નવેમ્બર | ૧૮૯૬ | રામકૃષ્ણ ભાંડારકરના પ્રમુખપદે પુણેમાં મળેલી સભામાં ભાષણ. |
| ૪ મે | ૧૮૯૭ | ત્રીજા પુત્ર રામદાસનો જન્મ. |
| ૧૧ ઓક્ટોબર | ૧૮૯૯ | બોઅર યુદ્ધ વેળા સારવાર ટુકડીની રચના. |
| ૨૨ મે | ૧૯૦૦ | છેલ્લા પુત્ર દેવદાસની પ્રસુતિ જાતે કરાવી. |
| ૪ જુન | ૧૯૦૩ | ઇન્ડીયન ઓપિનિયન' સાપ્તાહિકનો પહેલો અંક પ્રસિદ્ધ થયો. |
| ડિસેમ્બર | ૧૯૦૪ | ફીનિક્સ આશ્રમની સ્થાપના. |
| ૨૦ જુલાઈ | ૧૯૦૬ | 'ફીનિક્સ' માં આજીવન બ્રહ્મચર્યવ્રત લીધું. |
| ૧૧ સપ્ટેમ્બર | ૧૯૦૬ | જોહાનીસબર્ગમાં ટ્રાન્સવાલના હિંદીઓની સભામાં ફરજીયાત નોંધણીના કાયદાને તાબે ન થવાની પ્રતિજ્ઞા લેવરાવી. |
| ૧ ઓક્ટોબર | ૧૯૦૬ | જોહાનિસબર્ગથી હિન્દી પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઇંગ્લંડ જવા રવાના. |
| ૨૨ માર્ચ | ૧૯૦૭ | સ્વાયત્ત બનેલા ટ્રાન્સવાલ સંસ્થાનની ધારાસભામાં ફરજીયાત ઓળખપત્રોનો કાયદો (એશિયાટીક રજિસ્ટ્રેશન એક્ટ) પસાર. |
| ૧૯૦૮ | ઓળખપત્રોના કાયદા વિરુદ્ધની લડત 'પેસીવ રીઝીસ્ટન્સ' માટે મગનલાલ ગાંધીએ સૂચવેલ 'સદાગ્રહ' સુધારીને 'સત્યાગ્રહ' નામ રાખ્યું. | |
| ૧૦ જાન્યુઆરી | ૧૯૦૮ | ઓળખપત્ર ન કઢાવવા માટે ૨ માસની સાદી કેદ. |
| ૩૦ જાન્યુઆરી | ૧૯૦૮ | કાયદો રદ થાય તો સ્વેચ્છાએ ઓળખપત્રો કઢાવવાની ગૃહપ્રધાન સ્મટ્સ સાથે સમજૂતી. |
| ૧૦ ફેબ્રુઆરી | ૧૯૦૮ | ઓળખપત્ર કઢાવવા જતા પઠન અસીલ મીર આલમે કરેલો હુમલો. |
| ૧૬ ઓગસ્ટ | ૧૯૦૮ | સમજૂતીનો સ્મટ્સે કરેલો ભંગ અને ઓળખપત્રોની હોળી. |
| ૧૪ ઓક્ટોબર | ૧૯૦૮ | કાયદાનો ભંગ કરી ટ્રાન્સવાલમાં પ્રવેશ કરવા સારું સખત મજુરીની ૨ માસની સજા. |
| ૨૩ જૂન | ૧૯૦૯ | જોહાનિસબર્ગથી હિન્દી પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઇંગ્લંડ જવા રવાના. |
| ૧૩-૨૨ નવેમ્બર | ૧૯૦૯ | ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા જતાં 'કિલ્ડોનન કેસલ' નામક જહાજ પર 'હિંદ સ્વરાજ' લખ્યું. |
| ૧૧-૧૮ ડિસેમ્બર | ૧૯૦૯ | 'હિંદ સ્વરાજ'ના ૨૦ પ્રકરણો 'ઇન્ડિયન ઓપિનિયન' માં પ્રસિદ્ધ. |
| માર્ચ | ૧૯૧૦ | 'હિંદ સ્વરાજ' પર પ્રતિબંધ. તેના અનુવાદ 'ઇન્ડિયન હોમરુલ' ની નકલ ટોલ્સટોયને મોકલી. |
| જૂન | ૧૯૧૦ | 'ટોલ્સટોય ફાર્મ' ની સ્થાપના; ગાય કે ભેંસનું દૂધ ન લેવાનું વ્રત; ફળાહારનો પ્રયોગ. |
| ૨૨ ઓક્ટોબર | ૧૯૧૨ | ગોપાળકૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકાની મુલાકાતે. |
| ૨૨ સપ્ટેમ્બર | ૧૯૧૩ | સત્યાગ્રહની લડતમાં કસ્તૂરબા અને બીજાઓની ધરપકડ. |
| ૨૩ સપ્ટેમ્બર | ૧૯૧૩ | ત્રણ માસનીસખત કેદની સજા. |
| ૧૮ ડિસેમ્બર | ૧૯૧૩ | ગાંધીજી અને બીજાઓની સજાની મુદત પૂરી થયા પહેલાં જેલમાંથી મુક્તિ. |
| ૨૨ ડિસેમ્બર | ૧૯૧૩ | કસ્તૂરબાની જેલમાંથી મુક્તિ. |
| ૨૬ જૂન | ૧૯૧૪ | પંચની ભલામણો મુજબ, હિંદીઓની મુશ્કેલીઓ દૂર કરનારો ઇન્ડિયન રિલીફ બિલ (૧૯૧૪) પસાર. |
| ૧૮ જુલાઈ | ૧૯૧૪ | ગોખલેને મળવા લંડન ગયા અને 'ફીનિકસ' આશ્રમની મંડળી શાંતિનિકેતન ગઈ. |
| ૧૭ ફેબ્રુઆરી | ૧૯૧૫ | શાંતિનિકેતનની મુલાકાત. |
| ૫ એપ્રિલ | ૧૯૧૫ | હરદ્વારના કુંભમેળામાં ગયા. |
| ૨૦ મે | ૧૯૧૫ | કોચરબ, અમદાવાદમાં 'સત્યાગ્રહ આશ્રમ'નો પ્રારંભ. |
| ૨૬ જુન | ૧૯૧૫ | 'કૈસરે હિંદ' નો ચાંદ મળ્યો. |
| ૧૧ સપ્ટેમ્બર | ૧૯૧૫ | અંત્યજ દૂદાભાઈ, દાનીબહેન તથા લક્ષ્મીનો આશ્રમમાં પ્રવેશ. |
| ૧૫ નવેમ્બર | ૧૯૧૫ | ગુજરાત સભાના ઉપપ્રમુખ. |
| ૬ ફેબ્રુઆરી | ૧૯૧૬ | બનારસ હિંદુ યુનિવર્સીટીમાં ભાષણ. |
| ૨૬ ડિસેમ્બર | ૧૯૧૬ | કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં જવાહરલાલ નહેરુનો પ્રથમ પરિચય. |
| ૧૦ એપ્રિલ | ૧૯૧૭ | રાજકુમાર શુક્લ સાથે ચંપારણમાં નીલવરોના ત્રાસની તપાસ અર્થે પટના ગયા. |
| ૧૮ એપ્રિલ | ૧૯૧૭ | અદાલતમાં હુકમ ભંગ અંગે નિવેદન. |
| ૧૭ જૂન | ૧૯૧૭ | સાબરમતી આશ્રમની સ્થાપના. |
| ૨૦ ઓક્ટોબર | ૧૯૧૭ | ભરૂચમાં મળેલી બીજી ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ. |
| ૩ નવેમ્બર | ૧૯૧૭ | ગોધરામાં મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ. |
| ૭ નવેમ્બર | ૧૯૧૭ | મહાદેવ દેસાઈ ગાંધીજીના રહસ્યમંત્રી બન્યા. |
| ૧૪ ફેબ્રુઆરી | ૧૯૧૮ | મિલમાલિકો અને મજૂરો વચ્ચે સમાધાન સારું નીમાયેલા પંચના સભ્ય. |
| ૧૫ માર્ચ | ૧૯૧૮ | મજૂરોને મક્કમ રાખવા અનિશ્ચિત મુદતનો ઉપવાસ જાહેર કર્યો |
| ૧૮ માર્ચ | ૧૯૧૮ | સમાધાન થતા પારણા કર્યા. |
| ૨૨ માર્ચ | ૧૯૧૮ | નડીઆદમાં ૫,૦૦૦ જેટલા ખેડૂતોની સભામાં મહેસુલ. મોફૂફી માટે સત્યાગ્રહની સલાહ. |
| ૨૪ ફેબ્રુઆરી | ૧૯૧૯ | અંગ્રેજ ન્યાયાધીશ રોલેટના અધ્યક્ષ પદે નિમાયેલી સમિતિએ તૈયાર કરેલા બે બિલોના વિરોધમાં 'સત્યાગ્રહ પ્રતિજ્ઞા' ઘડી. |
| ૬ એપ્રિલ | ૧૯૧૯ | આખા દેશમાં રોલેટ કાયદા વિરુદ્ધ સત્યાગ્રહના કાર્યક્રમનો આરંભ થયો. |
| ૯ એપ્રિલ | ૧૯૧૯ | પંજાબ સરકારના હુકમથી પલવલ સ્ટેશને ધરપકડ. |
| ૧૩ એપ્રિલ | ૧૯૧૯ | અમદાવાદમાં પ્રાયશ્ચિતરૂપે ત્રણ દિવસના ઉપવાસ. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ. |
| ૭ સપ્ટેમ્બર | ૧૯૧૯ | 'નવજીવન' સાપ્તાહિકનો પહેલો અંક પ્રસિદ્ધ. |
| ૮ ઓક્ટોબર | ૧૯૧૯ | 'યંગ ઇન્ડિયા' નો પહેલો અંક પ્રસિદ્ધ. |
| ૧૫ નવેમ્બર | ૧૯૧૯ | હન્ટર પંચનો બહિષ્કાર અને સ્વતંત્ર તપાસનો કોંગ્રેસનો નિર્ણય. |
| ૨ ઓગસ્ટ | ૧૯૨૦ | ત્રણ ચાંદ સરકારને પરત અને અસહકારનો આરંભ. |
| ૧૮ ઓક્ટોબર | ૧૯૨૦ | ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના. |
| ૨૪ ડિસેમ્બર | ૧૯૨૧ | અમદાવાદમાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં અમુક શરતોએ સર્વસત્તાધીશ નિમાયા. |
| ૨૯ જાન્યુઆરી | ૧૯૨૨ | બારડોલી તાલુકા પરિષદમાં નાકર અને સવિનય કાનૂન ભંગની લડતનો ઠરાવ પસાર. |
| ૪ ફેબ્રુઆરી | ૧૯૨૨ | ચૌરીચૌરાની ઘટના |
| ૧૦ માર્ચ | ૧૯૨૨ | ગાંધીજી સાથે શંકરલાલ બેંકરની પણ ધરપકડ. |
| ૧૧ માર્ચ | ૧૯૨૨ | ત્રણ લેખો અંગે રાજદ્રોહનો તહોમત. |
| ૧૮ માર્ચ | ૧૯૨૨ |
અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં કેસ ચાલ્યો, જડ્જ બ્રુમફીલ્ડે છ વર્ષીની આસન કેદની સજા ફરમાવી |
| ૨૧ માર્ચ | ૧૯૨૨ | યરવડા જેલમાં. |
| ૧૨ જાન્યુઆરી | ૧૯૨૪ | પૂણેની સાસૂન હોસ્પિટલમાં એપેન્ડિકસની શસ્ત્રક્રિયા. |
| ૫ ફેબ્રુઆરી | ૧૯૨૪ | સરકારે વિના શરતે છોડી મુક્યા. |
| ૬ એપ્રિલ | ૧૯૨૪ | નવજીવનમાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસના પ્રકાશનની શરૂઆત. |
| ૧૭ સપ્ટેમ્બર | ૧૯૨૪ | દિલ્હીમાં મહમદઅલીને ઘેર રહી કોમી રમખાણોના પ્રાયશ્ચિત સારુ ઉપવાસ. |
| ૨૬ ડિસેમ્બર | ૧૯૨૪ | બેલગામ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ. સભ્ય થવા માટેની લાયકાતમાં સુધારા. |
| ૨૨ સપ્ટેમ્બર | ૧૯૨૫ | પટણામાં કોંગ્રેસની મહાસમિતિ દ્વારા 'અખિલ હિન્દ ચરખા સંઘ' ની સ્થાપના. |
| ૭ નવેમ્બર | ૧૯૨૫ | મેડેલીન સ્લેડ સત્યાગ્રહ આશ્રમમાં; પુત્રી તરીકે સ્વીકારી; 'મીરાબહેન' નામ. |
| ૨૯ નવેમ્બર | ૧૯૨૫ | નવજીવનમાં સત્યના પ્રયોગો / આત્મકથાના પ્રકાશનની શરૂઆત. |
| ૩ ડિસેમ્બર | ૧૯૨૫ | યંગ ઇન્ડિયા માં આત્મકથાના અંગ્રેજી અનુવાદના પ્રકાશનની શરૂઆત. |
| ૩ ફેબ્રુઆરી | ૧૯૨૮ | સાઈમન કમીશનનો બહિષ્કાર. |
| ૨૭ જૂન | ૧૯૨૯ | અનાસક્તિયોગની પ્રસતાવના લખી. |
| ૩૧ ઓક્ટોબર | ૧૯૨૯ | વાઇસરોય લોર્ડ અર્વિને કરેલી ગોળમેજી પરિષદની જાહેરાત. |
| ૨૭ ડિસેમ્બર | ૧૯૨૯ | લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો ઠરાવ. |
| ૧૫ ફેબ્રુઆરી | ૧૯૩૦ | વાઇસરોયને મીઠાના કાયદાના ભંગ માટેનો પત્ર. |
| ૧૨ માર્ચ | ૧૯૩૦ | દાંડીકૂચનો સત્યાગ્રહ આશ્રમથી પ્રારંભ. |
| ૬ એપ્રિલ | ૧૯૩૦ | દાંડી પહોંચી મીઠાના કાયદાનો ભંગ. |
| ૫ મે | ૧૯૩૦ | ધરપકડ અને યરવડા જેલમાં. |
| ૨૬ જાન્યુઆરી | ૧૯૩૧ | જેલમાંથી મુક્તિ. |
| ૫ માર્ચ | ૧૯૩૧ | ગાંધી-અર્વિન સમજૂતી. |
| ૧૨ સપ્ટેમ્બર | ૧૯૩૧ | કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગોળમેજી પરિષદ માટે લંડનમાં. |
| ૧૩ સપ્ટેમ્બર | ૧૯૩૧ | અમેરિકાની પ્રજાજોગ વાયુ પ્રવચન. |
| ૯ ઓક્ટોબર | ૧૯૩૧ | મારિયા મોન્ટેસોરી મળ્યા. |
| ૨૦ ઓકટોબર | ૧૯૩૧ | 'God is' લેખ ધ્વનિમુદ્રિત થયો. |
| ૫ નવેમ્બર | ૧૯૩૧ | શહેનશાહ જ્યોર્જ પંચમે ગોળમેજી પરિષદના સભ્યો માટે યોજેલા ચા-નાસ્તા માટે ટૂંકી પોતડી અને ચાદરના પહેરવેશમાં. |
| ૧૩ નવેમ્બર | ૧૯૩૧ | અસ્પૃશ્યો માટે અલગ મતદારમંડળની જિંદગીના ભોગે વિરોધની ગોળમેજી પરિષદમાં ચેતવણી. |
| ૧ ડિસેમ્બર | ૧૯૩૧ | ગોળમેજી પરિષદ પૂરી થઇ. |
| ૬ ડિસેમ્બર | ૧૯૩૧ | રોમાં રોલા સાથે. |
| ૧૨ ડિસેમ્બર | ૧૯૩૧ | વેટિકનમાં ઈશુની પ્રતિમાનું દર્શન. રોમમાં મુસોલીની સાથે મુલાકાત. |
| ૧ જાન્યુઆરી | ૧૯૩૨ | કોંગ્રેસ કારોબારી સમિતિએ સવિનય કાનૂનભંગનો ઠરાવ કર્યો. |
| ૪ જાન્યુઆરી | ૧૯૩૨ | ધરપકડ અને અનિશ્ચિત મુદત સુધી વલ્લભભાઈ સાથે યરવડા જેલમાં. |
| ૧૦ માર્ચ | ૧૯૩૨ | મહાદેવ દેસાઈને યરવડા જેલમાં ખસેડ્યા. |
| ૧૭ ઓગસ્ટ | ૧૯૩૨ | વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે કોમી ચુકાદો જાહેર કર્યો. |
| ૧૮ ઓગસ્ટ | ૧૯૩૨ |
૨૦-૯-૧૯૩૨ થી કોમી ચુકાદાની વિરુદ્ધમાં આમરણાંત ઉપવાસના નિર્ણય અંગે વડાપ્રધાનને પત્ર. |
| ૨૦ સપ્ટેમ્બર | ૧૯૩૨ | કોમી ચુકાદાની વિરુદ્ધ ઉપવાસ શરુ. |
| ૨૪ સપ્ટેમ્બર | ૧૯૩૨ | પૂના કરારની સમજૂતી થઈ. |
| ૨૬ સપ્ટેમ્બર | ૧૯૩૨ | ઉપવાસ છોડ્યા. |
| ૩૦ સપ્ટેમ્બર | ૧૯૩૨ | હરિજન સેવક સંઘની સ્થાપના. |
| ૧૧ ફેબ્રુઆરી | ૧૯૩૩ | 'હરિજન', ૨૩મીએ 'હરિજન સેવક' (હિંદી) અને ૧૨મી માર્ચ 'હરિજન બંધુ' સાપ્તાહિકો શરુ કર્યા |
| ૨૯ એપ્રિલ | ૧૯૩૩ | મધરાતે ૨૧ દિવસના ઉપવાસનો નિર્ણય. |
| ૧ મે | ૧૯૩૩ | ઉપવાસ વિષે નિવેદન. ઉપવાસ બિનશરતી અને અફર તથા આત્મશુધ્ધી માટેના. |
| ૮ મે | ૧૯૩૩ | ઉપવાસ શરુ. સાંજે જેલમાંથી છોડ્યા. |
| ૨૯ મેં | ૧૯૩૩ | ઉપવાસ છૂટ્યા. |
| ૩૧ જુલાઈ | ૧૯૩૩ | વ્યક્તિગત સત્યાગ્રહનો ઇરાદો જાહેર કર્યો. |
| ૧ ઓગસ્ટ | ૧૯૩૩ | અમદાવાદમાં ધરપકડ, સાબરમતી જેલમાં અને પછી યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. |
| ૧૪ સપ્ટેમ્બર | ૧૯૩૩ | રાજકારણમાં ભાગ ન લેવાનો નિર્ણય કરી વર્ધા ગયા. |
| ૩૦ સપ્ટેમ્બર | ૧૯૩૩ | સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી 'હરિજન સેવક સંઘ'ને સુપરત. |
| ૭ નવેમ્બર | ૧૯૩૩ | 'હરિજન યાત્રા' (દેશનો પ્રવાસ). |
| ૨૫ એપ્રિલ | ૧૯૩૪ | બિહારમાં લાલનાથ શાસ્ત્રીની ઉશ્કેરણીથી ટોળાએ હુમલો કર્યો. |
| ૯ મે | ૧૯૩૪ | ઓરિસ્સામાં પગપાળા પ્રવાસ. |
| ૧૮ મે | ૧૯૩૪ | સામૂહિક સત્યાગ્રહ પાછો ખેંચ્યો. |
| ૨૫ જુન | ૧૯૩૪ | પૂણેમાં મોટર ઉપર બોમ્બ ફેંકાયો. |
| ૧૭ સપ્ટેમ્બર | ૧૯૩૪ | કોંગ્રેસમાંથી નિવૃત્તિનો ઈરાદો જાહેર કર્યો. |
| ૩૦ ઓક્ટોબર | ૧૯૩૪ | કોંગ્રેસમાંથી રાજીનામું. |
| ૧૪ ડિસેમ્બર | ૧૯૩૪ | 'અખિલ હિન્દ ગ્રામોદ્યોગ સંઘ'ની સ્થાપના. |
| ૩૦ એપ્રિલ | ૧૯૩૬ | વર્ધા છોડી સેગાંવ રહેવા ગયા. |
| ૩૧ ઓક્ટોબર | ૧૯૩૬ | અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૨મા અધિવેશનના પ્રમુખ. |
| ૧૨ નવેમ્બર | ૧૯૩૬ | ત્રાવણકોરના મંદિરો અસ્પૃશ્યો માટે ખુલ્લા મુકાયા. |
| ૨ ફેબ્રુઆરી | ૧૯૩૯ | રાજકોટના ઠાકોરે કસ્તૂરબાને અટકાયતમાં લીધા. |
| ૩ માર્ચ | ૧૯૩૯ | રાજકોટના ઠાકોરે સમજૂતી માટેની વિનંતી ન સ્વીકારતા ઉપવાસ શરુ કર્યા. |
| ૭ માર્ચ | ૧૯૩૯ | વાઇસરોયે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને લવાદ નીમતા પારણા કર્યા. |
| ૧૬ એપ્રિલ | ૧૯૩૯ | સર મોરીસ ગ્વાયરે રાજકોટના મામલામાં વલ્લભભાઇના પક્ષે ચુકાદો આપતા મુસ્લિમોએ અને ભાયાતોએ પ્રાર્થનાસભા સામે દેખાવો કર્યા. |
| ૨૩ જુલાઈ | ૧૯૩૯ | હિટલરને યુદ્ધ ટાળવા લખેલો વિનંતીપત્ર. |
| ૩૧ ઓક્ટોબર | ૧૯૩૯ | કોંગ્રેસ પક્ષના પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યા. |
| ૫ માર્ચ | ૧૯૪૦ | સેગાંવનું નામ 'સેવાગ્રામ' રાખ્યું. |
| ૧૧ ઓક્ટોબર | ૧૯૪૦ | સેવાગ્રામમાં કારોબારી સમિતિ સમક્ષ વ્યક્તિગત સત્યાગ્રહની યોજના. |
| ૧૭ ઓક્ટોબર | ૧૯૪૦ | વિનોબાનો વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત. |
| ૧૩ ડિસેમ્બર | ૧૯૪૧ | ૧૮ મુદ્દાના રચનાત્મક કાર્યક્રમના ખરડાનું પુસ્તિકા રૂપે પ્રકાશન. |
| ૩૦ ડિસેમ્બર | ૧૯૪૧ |
કોંગ્રેસને દોરવણી આપવામાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલી વિનંતીનો બારડોલીમાં મળેલી કારોબારીએ કરેલો સ્વીકાર. |
| ૧૫ જાન્યુઆરી | ૧૯૪૨ | પોતાના રાજકીય વારસદાર રાજગોપાલાચારી કે વલ્લભભાઈ નહી પણ જવાહરલાલ એવું સેવાગ્રામમાં મહાસમિતિને જણાવ્યું. |
| ૨૭ માર્ચ | ૧૯૪૨ | બંધારણની દરખાસ્તો લઈને આવેલા સ્ટેફર્ડ ક્રિપ્સને પહેલા જ વિમાનમાં પાછા જવાની સલાહ. |
| ૧૪ જુલાઈ | ૧૯૪૨ | બ્રિટને તાત્કાલિક ભારત છોડવાનો ઠરાવ કારોબારી સમિતિએ પસાર કર્યો. |
| ૮ ઓગસ્ટ | ૧૯૪૨ | બ્રિટનને કહ્યું 'ભારત છોડો' અને પ્રજાને મંત્ર આપ્યો: 'કરેંગે યા મરેંગે'. |
| ૯ ઓગસ્ટ | ૧૯૪૨ | ગાંધીજી અને કારોબારી સમિતિના સભ્યોની ધરપકડ તથા આગાખાન મહેલમાં અટકાયત. |
| ૧૫ ઓગસ્ટ | ૧૯૪૨ | હદયરોગના હુમલાથી મહાદેવ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન. |
| ૧૦ ફેબ્રુઆરી | ૧૯૪૩ | જાપાન તરફી અને હિંસક ઘટનાઓ માટે જવાબદાર ગણવાના આક્ષેપ વિરુદ્ધ ૨૧ દિવસના ઉપવાસ શરુ. |
| ૨૨ ફેબ્રુઆરી | ૧૯૪૪ | આગાખાન મહેલમાં કસ્તૂરબાનું અવસાન. |
| ૬ મે | ૧૯૪૪ | આગાખાન મહેલમાં વિના શરતે મુક્તિ. |
| ૧૪ જૂન | ૧૯૪૫ | લોર્ડ વેવલનું વાટાઘાટો માટેનું વાયુ પ્રવચન. |
| ૧૫ જૂન | ૧૯૪૫ |
અહમદનગરના કિલ્લામાં નજરકેદ કારોબારીના સભ્યોની મુક્તિ અને કોંગ્રેસ પરથી ઉઠાવી લીધેલો પ્રતિબંધ. |
| ૧૪ જુલાઈ | ૧૯૪૫ | સિમલામાં મળેલી પરિષદને વાઇસરોય નિષ્ફળ જાહેર કરી. |
| ૨૩ માર્ચ | ૧૯૪૬ | ત્રણ સભ્યોનું અંગ્રેજ પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું. |
| ૨૫ જૂન | ૧૯૪૬ |
પ્રતિનિધિમંડળની બંધારણસભાને લગતી જોગવાઈઓનો સ્વીકાર કરતો ઠરાવ કોંગ્રેસની કારોબારી સમિતિએ કર્યો. |
| ૪ જુલાઈ | ૧૯૪૬ | વાઇસરોયે સરકારી અમલદારોની બનેલી કામચલાઉ સરકાર રચી. |
| ૧૬ ઓગસ્ટ | ૧૯૪૬ | કલકત્તામાં કોમી રમખાણો. |
| ૨ સપ્ટેમ્બર | ૧૯૪૬ | નહેરુએ ૧૨ સભ્યોની વચગાળાની સરકાર રચી. |
| ૧૦ ઓક્ટોબર | ૧૯૪૬ | નોઆખલી પ્રદેશમાં કોમી રમખાણો. |
| ૧૫ ઓક્ટોબર | ૧૯૪૬ | મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચગાળાની સરકારમાં જોડાયા. |
| ૨૭ ઓક્ટોબર | ૧૯૪૬ | બિહારમાં કોમી રમખાણો. |
| ૬ નવેમ્બર | ૧૯૪૬ | નોઆખલી જવા નીકળ્યા. |
| ૧૯ નવેમ્બર | ૧૯૪૬ |
'હરિજન' સાપ્તાહિકની જવાબદારી કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને નરહરિ પરીખને સોપી. |
| ૨ જાન્યુઆરી | ૧૯૪૭ | નોઆખલીનો પગપાળા પ્રવાસ શરુ. |
| ૩૦ માર્ચ | ૧૯૪૭ | બિહારના હિંસાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત. |
| ૩૧ માર્ચ | ૧૯૪૭ | દિલ્હી આવેલા લોર્ડ માઉન્ટબેટનને મળ્યા. |
| ૧ એપ્રિલ | ૧૯૪૭ | એશિયાઈ રિલેશન્સ કોન્ફરન્સમાં પ્રવચન. |
| ૧૩ એપ્રિલ | ૧૯૪૭ | બિહાર ગયા. |
| ૨ જૂન | ૧૯૪૭ |
વાઇસરોયની ભારતના ભાગલાની યોજના કોંગ્રેસ. મુસ્લિમ લીગ અને શીખોના પ્રતિનિધિઓએ સ્વીકારી. |
| ૧૩ જૂન | ૧૯૪૭ | વાઇસરોયની યોજનાનો સ્વીકાર કોંગ્રેસ કારોબારીએ કર્યો. |
| ૧૩ ઓગસ્ટ | ૧૯૪૭ | કલકત્તામાં સુહરાવર્દી સાથે વસવાટ. |
| ૧૫ ઓગસ્ટ | ૧૯૪૭ | ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ અને પ્રાર્થના કરીને ઉજવ્યો. |
| ૩૧ ઓગસ્ટ | ૧૯૪૭ | કલકત્તાના કોમી રમખાણ વિરુદ્ધ અનિશ્ચિત મુદતના ઉપવાસ. |
| ૪ સપ્ટેમ્બર | ૧૯૪૭ | કલકત્તામાં શાંતિ જાળવાવાની ખાતરી મળતા ઉપવાસ છોડ્યા. |
| ૯ સપ્ટેમ્બર | ૧૯૪૭ | દિલ્હી પહોંચ્યા. |
| ૧૨ જાન્યુઆરી | ૧૯૪૮ | પ્રાર્થનાસભામાં હિંદુ-મુસ્લિમ વચ્ચે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસનો નિર્ણય જાહેર કર્યો. |
| ૧૮ જાન્યુઆરી | ૧૯૪૮ | શાંતિની જાહેરાત થતા ઉપવાસ છોડ્યા. |
| ૨૦ જાન્યુઆરી | ૧૯૪૮ | એક યુવકે પ્રાર્થનાસભાથી થોડે દુર બોમ્બ ધડાકો કર્યો. |
| ૩૦ જાન્યુઆરી | ૧૯૪૮ | ગોડસેની ૩ ગોળીઓથી દેહાંત. |
| ૩૧ જાન્યુઆરી | ૧૯૪૮ | યમુનાકિનારે રામદાસે કરેલો અગ્નિદાહ. |